સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા નહી : મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૭ : મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં પાણી, ગટર સહિતના પ્રશ્નો જેમના તેમ હોય જેથી કંટાળી ગયેલી મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી અને પ્રશ્નના ઉકેલની માંગ કરી હતી.

  મુખ્યમંત્રી આવાસમાં વસવાટ કરનાર રહીશોનું ટોળું આજે પાલિકા કચેરીએ પહોંચ્યું હતું જયાં મહિલાઓએ પ્રશ્ન રજુ કર્યો હતો તેમજ પ્રશ્ન ના ઉકેલાય ત્યાં સુધી પાલિકા કચેરીની લોબીમાં બેસી રહેવાની ચીમકી આપી હતી અને ધરણા શરુ કરી દીધા હતા રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આવાસ યોજના બની ત્યારથી લઈને હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી પીવાના પાણી ઉપરાંત ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વિકરાળ બની હોય જે મામલે પાલિકામાં અનેક રજૂઆત અને ફરિયાદ કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી જે મામલે તાકીદે યોગ્ય કરવા રોષપૂર્ણ રજૂઆત કરી હતી.

(11:39 am IST)