સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

જામનગરની પટેલકોલોની તસ્કરો માટે હોટ ફેવરિટ ! : ત્રીજીવાર ત્રાટક્યા : ત્રણ દુકાનોના શટર ઊંચક્યા: બે દુકાનોમાં કર્યો પ્રયાસ

એક જ રાતમાં પોશ વિસ્તારમાં ચોરીના પ્રયાસ : શટર ઉંચકવાની ઘટનાથી ફફડાટ

 

જામનગર શહેરનો પટેલકોલોની વિસ્તાર તસ્કરો માટે હોટફેવરીટ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, વિસ્તારમાં ત્રણ વખત શટરો ઊંચકી નાખીને ચોરી અને ચોરીના પ્રયાસોની ઘટના બની છે 

  સૌ પ્રથમ ઘટના તારીખ ૨૯ ઓગસ્ટના સામે આવી હતી..જેમાં બે દુકાનોના શટર ઉંચકાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સપ્ટેબર ના રોજ પણ વિકાસગૃહ સામે આવેલા કટલેરીનીદુકાન અને પટેલ કોલોની સાત નંબર નજીક આવેલ ફરસાણની દુકાનમા તસ્કરોએ હાથ અજમાવ્યો હતો, ત્યાં ગતરાત્રીના વધુ એક વખત પટેલકોલોની વિસ્તારમાં આવેલ દુકાનોના શટર ઉચકવાનો  તસ્કરોએ પ્રયાસ કર્યો હતો, જયારે અન્ય ત્રણ દુકાનોના શટર તો તસ્કરો થી ઊંચકી ગયા પણ તેમાંથી કાઈ હાથ ના લાગ્યાનું પોલીસ જણાવે છે,આમ એક રાતમાં ભરચક અને પોશ વિસ્તારમાં ચોરીનો પ્રયાસ શટર ઊંચકવાની ઘટનાનું પુનરાવર્તન થતા પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે.

(10:29 pm IST)