સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

પડધરીમાં બોગસ ડોકટર ઝડપાયો

પડધરી, તા. ૧૭ :. પડધરી બસ સ્ટેન્ડ નજીક દવાખાનુ ધરાવતા રમણીકભાઈ ભુરાભાઈ (બોડીઘોડીવાળા) પાસે કોઈ લાયસન્સ કે ડીગ્રી ન હોવા છતા એલોપેથીક દવા આપી દવાખાનુ ચલાવે છે.

તેવી રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશને ફરીયાદ અરજદાર દ્વારા કરવામાં આવતા તેની તપાસણી પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવતા કોઈ લાયસન્સ કે ડીગ્રી ન હતા અને જે દવાનો જથ્થો ઝડપાયેલ છે તેમા મોટા ભાગની દવા એકસપાયર થઈ ગયેલ હોય તમામ દવા અને દવાખાનાને સીલ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી માટે તાલુકા હેલ્થ ઓફિસરને સોંપવામાં આવેલ છે.

(4:14 pm IST)