સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

રાજુલા, જાફરાબાદ, ખાંભા, તાલુકાની જનતા માટે આરોગ્ય સુવિધા વધારવાનો પ્રયાસઃ અંબરીશ ડેર

રાજુલા તા.૧૭ : રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકામાં શહેરોમાં પુરતા પ્રમાણમાં આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ હતી સામાન્ય બીમારી અને અકસ્માતોના કેસોમાંનિષ્ણાંત ડોકટરોની ઉણપને લીધે દર્દીઓને રીફર કરાતા હતા ઘણા કેસોમાં તો અહિથી વધુ સારવાર અર્થે રીફલ કરાયેલ દર્દી મહુવા કે ભાવનગર સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાંજ મરણને શરણ થઇ જતો રોજબરોજ બની રહેલ આવી ઘટનાઓથી અહિના ધારાસભ્ય અંબરીશ ડેરે રાજુલા-જાફરાબાદ અને ખાંભા શહેર-તાલુકાની અંદાજે ૪ાા લાખની માનવ વસ્તીને એકજ જગાએથી તમામ રોગોની નિઃશુલ્ક તબીબી સેવાઓ નિષ્ણાંત તબીબો પાસેથી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરી સાહિત્યકાર માયાભાઇ આહિર અને રાજુલના મુંબઇ ખાતે વસ્તા શ્રેષ્ઠ શ્રેષ્ટીઓનો સંપર્ક કરી રાજુલામાં અપુરતી આરોગ્ય સેવાઓથી પિડીત પ્રજાજનો માટે સહિયારા પ્રયાસોથી રાજુલા ખાતે આધુનિક હોસ્પીટલ બનાવી રહ્યા છે.

પૂ. મોરારીબાપુએ આશીર્વાદ સાથે રાજીપો વ્યકત કરી આ નવી બનનારી હોસ્પીટલનું નામ મહાત્મા ગાંધી હોસ્પીટલ અપાયું છે. રાજુલા ખાતે આહિર જ્ઞાતિ સમાજની વાડીએ ધારાસભ્ય અંબરીષ ડેરે શહેરમાં વસ્તા અઢારેય આલમ સમાજની બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંબરીષ ડેરે હોસ્પીટલ અંગેની પ્રાથમીક માહિતી આપતા જણાવ્યું  હતું કે નવી બનનારી હોસ્પીટલની જામીન માટે ભુમિદાન માયાભાઇ આહિરે આપ્યું છેરાજુલાના મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રેષ્ઠી અનિલભાઇ શેઠે પણ બે કરોડ રૂપિયા જેવુ માતબાર દાન આપ્યું છે. રાજુલા ખાતે અતિ આધુનિક અને સંપૂર્ણ સુવિધા ધરાવતી જે હોસ્પીટલનું અહિ નિર્માણ થવા જઇ રહ્યું છે. તેનુ ખાતમુર્હુત આગામી તા.૩ જી ઓકટોબરના રોજ પૂ. મોરારીબાપુના હસ્તે થવાનું છે.

(1:24 pm IST)