સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

મેટોડામાં ૯ વર્ષના રોહિતને માતાના પ્રેમી દિપકે મારકુટ કરી

રાજકોટ તા. ૧૬: મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં. ૧ શિતલ કારખાના પાસે રહેતી મીના ઓમપ્રકાશના પુત્ર રોહિતને દિપક નામના શખ્સે ગયા બુધવારે અને રવિવારે મારકુટ કરતાં ગઇકાલે દુઃખાવો થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

મીનાબેનના કહેવા મુજબ તેને પતિ મારકુટ કરતો હોઇ તે પતિને છોડી દિપક સાથે રહેતી હતી. તે વખતે ત્રણ સંતાન પતિ પાસે હતાં. પણ તે બિમાર પડતાં પોતે તેને પોતાની સાથે લાવતાં દિપકને ન ગમતાં તેણે મારકુટ કરી હતી. આક્ષેપ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:38 pm IST)