સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

ચુડામાં ઝાડની ડાળી કાપતી વખતે પગ લપસતાં રીના કૂવામાં ખાબકી

પિતા જોઇ જતાં બચાવી લીધીઃ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૭: સુરેન્દ્રનગરના ચુડા ગામે રહેતાં માધુભાઇ થોરીભાઇ પરમારે ટેમભાઇની વાડી વાવવા રાખી હોઇ બધા પરિવારજનો ત્યાં રહે છે. ગત સાંજે વાડીના કૂવા પાસે ઝાડમાંથી ડાળી કાપતી વખતે તેની દિકરી રીના (ઉ.વ.૧૭) ગારા વાળા પગ હોવાને કારણે લપસી જતાં કૂવામાં પડી જતાં ડૂબવા માંડી હતી. તે વખતે પિતા સહિતના પરિવારજનો નજીકમાં જ હોઇ જોઇ જતાં તેણીને તાકીદે બહાર કાઢી લીધી હતી.

પાણી પીવાઇ ગયું હોઇ બેભાન જેવી થઇ જતાં ચુડા, સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહે એન્ટ્રી નોંધી હતી.

(12:32 pm IST)