સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં ૪૦૯૦ દ્વારા કેસોમાં સમાધાન કરાયું

વઢવાણ,તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લામાં ે લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૦૯૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતા અને નિકાલ કેસમાં માતબર રકમ વસૂલી કરી કેસો નું સુખદ સમાધાન કર્યું હતું.જેમાં સૌથી વધુ પ્રોહિબીશનના કેસોનો સમાવેશ થતો હતો.

સુરેન્દ્રનગરમાં કાનૂની સેવા સત્ત્।ા મંડળ અને જલ્લા ન્યાયાલય દ્વારા જલ્લાની કોર્ટમાં અદાલત આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ના અલગ અલગ કેસો માં અનેક અરજદારો હાજર રહ્યા હતા.

કોર્ટમાં સમાધાનપાત્ર સિવીલ કેસો, ક્રિમીનલ કેસો, ચેક રીર્ટન, લેન્ડ એકવીઝીશન, એમએસીટી, રેવન્યુ, મનરેગા, દિવાની ,ફોજદારી કેલો તથા પ્રિલીટીગેશન કેસો મળીને કુલ ૪૦૯૦ કેસો મૂકવામાં આવ્યા હતા.જેમાં અનેક કેસો નું સુખદ સમાધાન કરવા માં આવ્યુ હતુ.અને દન્ડ ની રકમ વસૂલી કરી કેસનું નિરાકરણ લાવવા માં આવ્યુ હતુ.આ પ્રસગે અજરદારો એડવોકેજ્ઞ્ટો ન્યાયધીશો તથા કોર્ટ કર્મચારીઓએ ઉપસ્થિત રહી ફરજ બજાવી હતી.

(12:29 pm IST)