સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

જામનગરમાં દિવ્યાંગજનો માટે માહિતી સેવા કેન્દ્રનો મંત્રી જાડેજાના હસ્તે પ્રારંભ

દિવ્યાંગોમાં અસાધારણ શકિત છુપાયેલી છે : સાંસદ પુનમબેન માડમ

જામનગર તા.૧૭ : દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ૨૦૧૬ અંતર્ગત હાલમાં દિવ્યાંગોને રાજય અને કેન્દ્ર સરકાર તેમજ કેટલાક જાહેર સાહસો તરફથી આરોગ્ય, શિક્ષણ, સામાજિક અને આર્થિક પુનઃસ્થાપન તેમજ કૌશલ્ય વિકાસ સંબંધિત આપવામાં આવતી સુવિધાઓ વિષે જરૂરી એવી તમામ આધારભૂત માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશથી આજરોજ જામનગર ખાતે અખિલ હિંદ અંધજન ધ્વજદિન ૨૦૧૯ પ્રસંગે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર તથા નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ, જામનગર જિલ્લા શાખાના સંયુકત ઉપક્રમે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દિવ્યાંગજનો માટે જિલ્લા માહિતી સેવા કેન્દ્રનો દિપ પ્રાગટય કરી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજયમંત્રીશ્રી દ્વારા ૨૦૧૯-૨૦નાં શૈક્ષણિક વર્ષમાં ઉચ્ચ અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અર્પણ કરવાની સાથે સ્વયંશિક્ષક દિન ૨૦૧૯ની ઉજવણીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યશ્રી વર્મા સાહેબના  હસ્તક નેત્રહીન ભાઈઓ અને અને બહેનો માટે ફાળારૂપ ચેક અર્પણ કરાયો હતો.

  અહીં દિવ્યાંગોને સ્પેશિયલી એબલ્ડ એટલે કે સામાન્ય કરતા પણ કશુંક ખાસ ક્ષમતા ધરાવતા માનવી તરીકે ઓળખાવી જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમે દિવ્યાંગોનીઙ્ગ આ અસાધારણ ક્ષમતા અને કૌશલ્યને બિરદાવ્યા હતા.

આ પ્રસંગેઙ્ગ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રમુખશ્રી ચંદુલાલ શાહ, ઉપપ્રમુખશ્રી બિમલ મહેતા અને ટ્રસ્ટીશ્રી પ્રદીપ દવે, મંત્રીશ્રી ડો.પ્રકાશ મંકોડી તેમજ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

વિક્રમ માડમ ગાંધીનગરમાં લોકોના પ્રશ્નો સાંભળશે

ધારાસભ્ય વિક્રમ માડમની જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે નિમણુંક થતા મંગળવાર અને બુધવારે ગાંધીનગર ખાતે લોકો તેમના પ્રશ્નો માટે મળી શકશે તેમ ધારાસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવેલ છે.

(12:25 pm IST)