હળવદઃ આહિર રાસ મંડળ સમગ્ર જીલ્લામાં ફરી એક વખત પ્રથમ ક્રમે
હળવદ,તા.૧૭: વર્તમાન યુગમાં જયારે પશ્યિમી સંસ્કૃતિ ની અસર વર્તાય છે ત્યારે લોકો હવે જુના રાસ મંડળોને ભૂલતા જઈ રહ્યા છે ત્યારે હળવદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ માં તાલુકાના મયુર નગર ગામના આહિર રાસ મંડળ એ જિલ્લામાં પ્રથમ નંબર મેળવી ગામનું તેમજ તાલુકા નું ગૌરવ વધાર્યું છે
હળવદ તાલુકાના મયુર નગર ગામના આહિર રાસ મંડળ એ હળવદ ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો જેમાં અન્ય પણ વિવિધ રાસ મંડળ એ ભાગ લીધો હોય હતો જેમાં આહિર રાસ મંડળ દ્વારા રાસ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા
અને જિલ્લા લેવલે પ્રથમ નંબર મેળવી ગામ તેમજ તાલુકા નું ગૌરવ વધાર્યું હતું આ તકે આહિર રાસ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આ રાસ મંડળ નો ઇતિહાસ બહુ જ જૂનો છે આ રસ અમારા કુળ માં વણાયેલો છે આ રાસ રાનવદ્યણ વખતે બેન જાહલના લગ્નમાં પણ રમાયો હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ આહીરો રાસ રમતા હતા અને એ જ પરંપરા આજે પણ આહીર સમાજ દ્વારા જાળવી રાખી છે અત્રે ઉલ્લેખનીય છે કે મયુરનગર આહીર રાસ મંડળ ૧૯૮૨માં દિલ્હીમાં રમી ચુકયુ છે તેમજ જુનાગઢ અને જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમ માં ભાગ લઈ રાજય લેવલે પણ પ્રથમ નંબર મેળવી ચુકયૂ છે.