સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

માળીયા તાલુકા સરપંચ એસો. દ્વારા મામલતદાર કચેરીને તાળાબંધીની ચીમકી

મોરબી,તા.૧૭: માળિયા મામલતદાર કચેરીમાં પ્રજાના કામો સમયસર થતા ના હોય જેથી અરજદારો ધક્કા ખાય છે જેથી આ મામલે તાલુકા સરપંચ એસો દ્વારા આવેદન પાઠવી પ્રજાહિતના કામો કરવા અલ્ટીમેટમ આપ્યું છે અને  મામલતદાર કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે

સરપંચ એસો માળિયા (મી.) તાલુકા દ્વારા માળિયા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે માળિયા મામલતદાર કચેરીમાં પ્રજાલક્ષી કામો થતા નથી કચેરીમાં આધારકાર્ડની કામગીરી, પુરવઠા વિભાગમાં રેશનકાર્ડના કામો, આવક જાતિના દાખલાની કામગીરી સહિતના કામો લાંબા સમયથી ચાલુ નથી જેથી ગામડામાંથી આવતા અરજદારો રઝળી પડે છે નેટ અને કોમ્પ્યુટર ચાલુ ના હોવાને લીધે નાગરિકોને ધક્કા થાય છે અને નાણા તેમજ સમયનો વ્યય થઇ રહ્યો છે જેથી તા. ૧૯ સુધીમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તેવા પગલા ભરવા અલ્ટીમેટમ આપ્યું છે અન્યથા તા ૨૦ ના રોજ કચેરીને તાળાબંધી કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

(12:16 pm IST)