સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

રાજકોટ જીલ્લા કક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ જીવાપરમાં યોજાયોઃ આર.સી. ફળદુના હસ્તે વૃક્ષારોપણ

જસદણ તા. ૧૭: જસદણના જીવાપર ગામે કર્ણુકી ડેમ ભરાય જતાં અને ખાસ કરીને આજે દેશના વડાપ્રધાન મોદીના જન્મ દિવસે જનસહયોગથી જસદણ તાલુકાના જીવાપર ગામે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજયના કૃષિ ગ્રામ વિકાસ અને પરિવહન કેબીનેટ મંત્રી આર. સી. ફળદુએ નર્મદા મૈયાની આરતી પુજનવિધિ અને શ્રીફળ પધરાવવાની વિધિ હજારો ગ્રામ્યજનો અને ભાજપના કાર્યકરો વચ્ચે કરી હતી.

કાર્યક્રમ સંદર્ભે સવારથી જ જસદણ, પાંચવડા, આટકોટ, જીવાપર, સાણથલી, જંગવડના ભાજપના કાર્યકરો જીવાપર આવી ગયાં હતાં અને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સીધી દેખરેખ હેઠળ વિવિધ તાલુકા જિલ્લાના ટોચના અધિકારીઓ વચ્ચે જસદણની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યા બાદ મંત્રીશ્રીએ નવા નીરના વધામણાં સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

દરમિયાન હુસામુદ્ીન કપાસી, હિતેશ ગોંસાઇએ જણાવ્યું કે જસદણના આલણસાગર ડેમમાં હાલ રર ફુટ જળરાશિ છે. આ સંજોગોમાં તંત્રએ પાણી ચોરી રોકવા માટે પ્રથમથીજ બંદોબસ્ત કરવો જોઇએ અને તળાવના પાળામાં ગાંડા બાવળના ઝુંડ ખડકાયાં છે ત્યાં પાળામાં બાવળ ઉસેડી પથ્થર નાખી માટી કામ કરી અને જસદણનો પાણી ફિલ્ટર પ્લાન્ટ છે. તે બારોબાર કામ આપતો નથી.

તેથી બાખલવડ તળાવમાં એક વિશાળ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવી જસદણના લોકોને ચોખ્ખું પાણી આપવું જોઇએ.

(12:11 pm IST)