માળીયાહાટીના બસ સ્ટેશન પાસેથી દારૂના ગુન્હામાં ૭ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
જુનાગઢ તા. ૧૭ : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પેરોલ-ફર્લો હેડના તથા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ ફર્લો સ્કવોડને સૂચના અને માર્ગદર્શન આપેલઙ્ગ જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પેરોલ ફર્લો સ્ટાફ પેરોલ-ફર્લો હેડના આરોપીઓની તપાસ અંગે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન PC સંજયભાઈ તથા PSI આર.જે.રામને મળેલ બાતમી આધારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન lll ગુ.ર.નં ૧૮૩/૨૦૧૧ પ્રોહી કલમ 66B, 65AB, ૮૧ વિગેરેના કામનો આશરે સાતેક વર્ષથી નાસતો ફરતો આરોપી ભરતભાઈ છગનભાઇ પાથર ઉ.વ.૨૭, રહે. કાલીંભડા તા.માળીયા હાટીના જી.જુનાગઢ. વાળાને માળીયાહાટીના બસ-સ્ટેશન પાસેથી પકડી પાડેલ છે.અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન જાણ કરેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડ પો.સબ.ઇન્સ. શ્રીઆર.જે.રામ તથા ASI નરેન્દ્રભાઈ ડાંગર, HC પ્રદીપભાઈ ગોહિલ, HC જયપાલસિંહ ગોહિલ, PC રમેશભાઈ માલમ તથા સંજયભાઈ વઘેરાનાઓએ કરેલ હતી.