સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th September 2018

જામનગરના ગાગવા અને ધ્રોલમાં જુગાર રમતા ૭ ઝડપાયા

જામનગર તા. ૧૭ : મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, ગાગવાધાર ગામે નારણગીરી મહેશગીરી ગોસાઈ, નીલેશગીરી મનસુખગીરી ગોસ્વામી, કારૂભા માનસંગ જાડેજા રે. ગાગવા ગામ, જિ. જામનગરવાળાઓ જાહેરમાં પૈસાની હારજીત કરી ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી કુલ રૂ. ૧૧૬૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલમાં જુગાર રમતા ચાર ઝડપાયા

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ હીરાભાઈ ડોરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગાયત્રીનગર સરકારી સ્કુલની સામે જગુભા ગણપતસિંહ સરવૈયાના મકાન આગળ પીપળના ઝાડ નીચે ધ્રોલમાં વિજયભાઈ રમેશભાઈ કાઠીયા, સુમતબા ગણપતસિંહ જાડેજા, ચેતનાબેન ગણેશભાઈ ઘાટોડીયા, ચાંદનીબેન દીપકભાઈ બારીયા રે. ધ્રોલ, જિ.જામનગરવાળાઓ જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૮૦૦ તથા ગંજીપતાના પાના સાથે ઝડપાઈ ગયેલ છે.

પવનચક્કીના ઇલેકટ્રીક કેબલની ચોરી

લાલપુર પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ પ્રેમજીભાઈ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૨-૯-૨૦૧૮ના પીપર જતા રોડ પર આ કામના ફરીયાદી સંજયભાઈની નોકરી ફરજ લાલપુર તાલુકાના પીપર ગામના રોડ ઉપર આવેલ વિન્ડ વલ્ડ ની પવન ચકકીમાં હોય અને આ કામના આરોપી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા લોકેશન નંબર પપ ના દરવાજાઓના કોઈપણ પ્રકારના હથીયારો વડે તોડી પવન ચકકીઓ(લોકેશન) અંદર પ્રવેશ કરી અંદરના ભાગે ફીટ કરેલ ઈલેકટ્રીકનો અર્થિંગ માટેનો વાયર કાપી કુલ ર૮ મીટર ઈલેકટ્રીક કેબલ વાયર જેમાં ૧ મીટરના વાયરની અંદાજીત કિંમત રૂ.૬૦૦ ગણાય જેથી કુલ રૂ.૧૬૮૦૦ની ચોરી કરી લઈ તથા પવનચકકીનો દરવાજો તોડી અંદર જુદા જુદા સ્પેર પાર્ટને નુકશાન કરી કુલ રૂ.૮પ૦૦નું નુકશાન કરી કોઈ અજાણ્યો ચોર ઈસમોએ ચોરી કરી તથા નુકશાન કરી ગુનો કરેલ છે.

યોગેશ્વરનગરમાંથી મોટરસાયકલની ચોરી

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિષ્ણુ મનસુખભાઈ હળવદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, યોગેશ્વર નગર છેલ્લી શેરીમાં ફરીયાદીના ઘર બહાર આ કામના ફરીયાદી વિષ્ણુભાઈનું હોન્ડા કંપનીનું સ્પેલન્ડર મોટરસાયકલ જે વર્ષ–ર૦૧૭ ના મોડલનું જેના રજી.નં.જી.જે.–૧૦–સી.કયુ–૭૭૮૦ નું કાળા કલરનું જેની કિંમત રૂ.૪૦૦૦૦ નું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:59 pm IST)