સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th September 2018

રાત્રે - સવારે ઠંડક બાદ આખો દિવસ હુંફાળુ વાતાવરણ

 

રાજકોટ તા.૧૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ર્સ્‍વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છ.ે

દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થાય છે જયારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આખો દિવસ હુંફાળુ વાતાવરણ અનુભવાય છે.

ખંભાળીયા

ખંભાળીયાઃ દેવભૂમી દ્વારકા જિલ્લામાં ગઇકાલે સમગ્ર જિલ્લામાં વાદળો છવાયેલ હતા પરંતુ ખંભાળીયા પંથકમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

ગઇકાલે સાંજે ૪ થી ૬ વાગ્‍યા દરમ્‍યાન ધીમી ધારનો વરસાદ દોઢ ઇંચ પડતા સવત્ર પાણી પાણી થઇ ગયું હતું તથા મગફળીના પાકને તથા કપાસને ખુબ ફાયદો થયો હતો.

મગફળીનો પાક સુકાતો હતો તેવી સ્‍થિતિમાં દોઢ ઇંચ વરસાદથી પાકને જીવતદાન મળ્‍યું છે જો કે અન્‍ય ત્રણ તાલુકામાં કયાંય વરસાદ નોંધાયો નથી.

વરસાદના આગમનના પગલે ખંભાળિયામાં સર્વત્ર ગારોકીચડ સાથે રબડી દેવીનું સામ્રાજય છવાઇ ગયું હતુ઼. તથા ઠેરઠેર પાણી પણ ભરાઇ ગયા હતા.અને દંદા ખાબોરચીયા હતા.

શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં હવે તળિયામાં બે ફુટ પાણી રહ્યું હોય જો વરસાદ નહી આવે તો પાણી જળ ગંભીર થશે રેકોર્ડ છે આ વર્ષે મોસમનો પ૭૯ મી.મી. વરસાદ પડયો પછી ધી ડેમ હઝુ ખાલી છ.ે

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ ૩૯, લઘુતમ ર૪.પ ભેજ ૮૮ ટકા પવન પ કિ.મી.ઝડપ છ.

(1:23 pm IST)