સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th September 2018

જામકંડોરણાના તરવડામા જુગાર રમતા ૬ની ધરપકડ

ધોરાજી, તા.૧૭: જેતપુરના ડીવાયએસપી જે. એમ. ભરવાડને મળેલ પૂર્વ બાતમીના આધારે ડીવાયએસપી ભરવાડ જામકંડોરણાના પીએસઆઇ ગોજીયા સહિતનાઓએ મોડી રાત્રે તરવડા ગામની સીમમાં દરોડો પાડી ને ઓરડીમાં જૂગાર રમતાં છ શખ્સો ને ઝડપી પાડ્યા હતા.

 રોકડ રકમ રૂ ૪૬ હજાર  રોકડા, ચાર હજાર ના મોબાઇલ અને ત્રણ મોટર સાયકલ ૫૦ હજાર મળી કુલ એક લાખ નો મૂદામાલ સાથે કમલેશ પુના પટેલ , મનોજ હરસુખ, મુકેશ કાળા સીપારા, મનુભાઇ લીબાભાઇ , કેશા સવજી , ભવાન બચુ ધોકીયા, જૂગાર રમતા પકડી પાડી ને ગૂનો નોધી વધૂ તપાસ હાથ ધરાઈ છે આ અગે વધૂ તપાસ તપાસ પોલિસે હાથ ધરી છે.(૨૨.૮)

(12:20 pm IST)