ચિતલમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
અમરેલી : ચિતલ ગામે, જૈન દેરાસર વાળી શેરી લક્ષ્મીનારાયણ મંદિર આગળ જાહેરમાં જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂા.૧૦,પ૭૦ (૧) જયેશભાઇ ઉર્ફે કાળુ નારણભાઇ કાબરીયા ઉ.વ.પ૦ ધંધો વેપાર, જેન દેરાસર વાળી શેરી લક્ષ્મીનારાયણ મંદિર આગળ, (ર) છેલભાઇ ઉર્ફે સલુભાઇ બાલશંકર ઠાકર (ઉ.વ.૬ર) ધંધો નોકરી રહે. મેઇન બજાર ગોપનાથ શેરી (૩) વિજયભાઇ ચુનીભાઇ નાડોદા ઉ.વ.૬ર ધંધો ખેતી રહે. જૈન દેરાસર વાળી શેરી, લક્ષ્મીનારાયણ મંદિર આગળ, (૪) મહેશભાઇ ગોરધનભાઇ ફાગણીયા ઉ.વ.પ૯ ધંધો નિવૃત રહે. તાલુકા પંચાયત પાછળ સરકારી દવાખાના પાસે ઝડપી લેવાયા હતા.
આ કામગીરી હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચનાથી જે.પી. ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પી.વી.સાંખટ પો.સબ. ઇન્સ. તથા (૧) હરેશસિંહ દાનસિંહ પરમાર એ.એસ.આઇ. (ર) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ. (૩) જનકભાઇ ચાંપરાજભાઇ કુવાડીયા પો. કો. (૪) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો. કોન્સ. (પ) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો. કોન્સ. (૬) ભાવેશભાઇ દડુભાઇ બુધેલા પો. કો. દ્વારા કરવામાં આવેલ છે.