સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th August 2019

લીંબડીની હોટેલના પાર્કિગમાં કાર સળગી

આજે સવારે લીંબડીની હોટેલ જમુનાના પાર્કિગમાં એક કાર સળગી ઉઠી હતી. આગળના ભાગે અચાનક ભડકો થયા બાદ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને તેના કારણે નાશભાગ મચી ગઇ હતી. જો કે આ કાર કોની છે? તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી.આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી નહોતી. સળગતી કારનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. વઢવાણના પ્રતિનિધિના કહેવા મુજબ કાર રેઢી પડી હતી તેમાં આગ લાગી હતી. માલિકનું નામ જાણવા મળ્યું નથી.

(3:53 pm IST)