સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th August 2019

સૌરાષ્ટ્રમાં દાઉદી વ્હોરા સમાજ સોમવારે ઇદે-ગદીરે-ખુમની ઉજવણી કરશે!

જસદણ, તા., ૧૭: સમગ્ર દાઉદી વ્હોરા સમાજ સોમવારે ઇસ્લામ ધર્મના મહાન સખીદાતા હઝરત અલી (અ.સ.)ની સ્મૃતિમાં ઇદે-ગદીરે-ખુમની ઉજવણી કરશે આ અંગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જસદણ, અમરેલી, ગોંડલ, પોરબંદર, જેતપુર, ધોરાજી, કાલાવડ, ધારી, પાલીતાણા, સાવરકુંડલા, ધ્રોલ, જામખંભાળીયા, મહુવા જેવા વિશ્વ સહિત સૌરાષ્ટ્રના ગામેગામના વ્હોરા બિરાદરો સોમવારે સવારથી અન્નનો એક પણ દાણો અને પાણીનું એક પણ ટીપુ મોઢામાં નાખ્યા વગર રોઝુ પાળી પોતપોતાના ગામોની મસ્જીદોમાં નમાઝ વાએઝ અને મિસાકમાં જોડાય છે. હ.અલી(અ.સ.)ને ગર્વભેર યાદ કરશે આ સંદર્ભે  વાએઝ મજલીશ મિસાક ન્યાજ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઇસ્લામ ધર્મના મહાન અને આખરી નબી હઝરત મોહંમદ મુસ્તુફા (અ.સ.) પોતાના જીવનની છેલ્લી હજ પઢીને આવ્યા ત્યારે તેમના અનુગામી (વશી) તરીકે પોતાના જમાઇ હઝરત અલી (અ.સ.)ને જાહેર કર્યા તે સ્મૃતિમાં વર્ષોથી ઇદે-ગદીરે-ખુમ ઉજવાય છે. આ ઇદ અનુસંધાને વ્હોરા બિરાદરો સોમવારે રોજુ પાળી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. ગામેગામ સવારે વાએઝ થશે મિસાક બાદ નમાઝ પછી દેશમાં ભાઇચારાની ભાવના બળવતર અને હજુ વિકાસ આભને આંબે ખાસ કીરને દાઉદી વ્હોરા સમાજના પ૩ માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો.સૈયદના અબુ જાફરૂસસાદીક આલિકદર મુફદલ સૈફુદીન સાહેબ (તઉશ)ના સ્વાસ્થ્ય અને દીઘાર્યુ માટે દુઆ પ્રાર્થના બાદ રાત્રીના મજલીશ ન્યાઝ પછી ઉજવણી પુર્ણ થશે. આ ખુશીના અવસરના વધામણાં કરવા વ્હોરા બિરાદરોમાં રૂહાની થનગનાટ છવાયો છે.

(12:03 pm IST)