સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th August 2018

ઉનામાં ડુબી જવાથી મૃત્યુ થયેલ યુવાનના પરિવારને આર્થિક સહાય

ઉના તા.૧૭: ગીરગઢડા તાલુકાના દ્રોકા ગામની સીમમાં આવેલ દ્રોણેશ્વર પીકઅપ વિપર ડેમની નીચે ન્હાવા ગયેલ ઉનાનાં આશાસ્પદ યુવાન મયુરભાઇ રામજીભાઇ જેઠવા ઉ.વ.૨૫ વાળો. પગ લપસી જતા ઉંડા પાણીમાં ડુબી જતાં મૃત્યુ થયેલ.

ઉનાની ડીવાઇન ઇંગ્લીશ સ્કૂલનાં ટ્રસ્ટી ધીરૂભાઇ સુહાગીયા તથા શિક્ષકો અને ટ્રસ્ટીઓએ યુવાનના ઘરે જઇ આર્થિક રોકડ સહાય તેમના પરિવારને અર્પણ કરી દુઃખમાં સાંત્વના આપી માનવતાનું કાર્ય કર્યુ હતું.(૧.૬)

(11:51 am IST)