સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th August 2018

દીવમાં દરિયામાં દરિયાઇ મોજાએ ઝપટે લીધેલી બોટના ૩ ખલાસીઓને માનવ સાંકળ રચીને બચાવાયા

દીવ, તા.૧૭ઃ દીવમાં માછીમારીની સિઝન ચાલુ થતાં જ વણાંકબારાથી નિકળેલી  ફાઇબર બોટને દરિયાઇ તોફાની મોજાએ ઝપટે લેતા ત્રણ માછીમારો ડુબવા લાગ્યા હતા. આ સમયે કિનારે ઉભેલા લોકોમાં માનવતાનો સાગર ઘધુવ્યો હતો અને માનવ સાંકળ રચીને ત્રણેય ખલાસીઓને બચાવી લીધા હતા.

વરસાદની મોસમ શરૃ થતાં દરિયામાં તોફાની મોજા અને કરંટના કારણે ચાર મહિના દરિયામાં ફીશીંગ બોટોને બંદરો પર લાગરી દેવામાં આવે છે. આ સમય દરમિયાન બોટનું રીપેરીંગ કામ કર્યા બાદ જયારે સરકારી પરવાનગી મળ્યા બાદ ફરી માછીમારી મોટે બોટો દરિયામાં ઉતારવા માં આવે છે અને ત્યારે માછીમારીની સિઝન શરૃ થાય માછીમારોએ પોતાની બોટો દરિયામાં ઉતારી ઘરની મહિલા અથવા કન્યા દ્વારા બોટની પૂજા પાઠ કરી દરિયામાં ફીશીંગ માટે રવાના કરે છે. જે મુજબ ગઇકાલથી મોટાભાગની બોટો ફીશીંગ માટે રવાના કરવાનું શરૃ કરેલું હતું.

દીવમાં આજે તા.૧૬ ના રોજ વિષ્ણુ માંડણ બારીયાની કંકેશ્વરી ફીશીંગ બોટ બંદરેથી ગોમતી માતા મંદિરની સામેના બાળામાં અચાનક દરિયામાં કરંટ આવતા તોફાની મોજામાં બોટ ઉછાળા લેતા બોટમાંથી ત્રણ ખલાસીઓ દરિયામાં ફેંકાઇ ગયા હતા. તોફાની મોજામાં આ ખલાસીઓને બોટમાં લઇ શકાય એમ ન હોવાથી બોટમાં રહેલ અન્ય ખલાસીઓએઅ સમય સુચકતા વાપરી બોટમાંથી ડફરા(થમોકોલ) દરિયામાં ફેંકયા હતા. જેના સહારે ત્રણેય ખલાસીઓ મોજાના વેગ સાથે ગોમતી માતા કિનારે તણાઇ આવેલા હતા.

જયાં વણાંકબારા સ્થાનિક લોકોએ આ ત્રણે માછીમારોને બચાવી રાહતનો શ્વાસ લીધો હતો. જો કે બચાવ માટે દીવ ફાયર બ્રીગડે પણ ઘટના સ્થળે પહોંચી ગઇકાલે આપેલી માછીમારીની પરમીશન પણ આજે રદ કરી નાખી છે

(11:32 am IST)