સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th July 2019

ભાવનગરમાં ૧પ વર્ષની સગીરા ઉપર રવિ બારૈયાનું ધાકધમકી આપીને દુષ્કર્મ

ભાવનગર તા. ૧૭ : શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી ૧પ વર્ષની સગીરાને રવિ ઉર્ફે જીંગો વિક્રમભાઇ બારૈયા નામના યુવાને ધાકધમકી આપી તેણીની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આ શખ્સ વિરૂદ્ધ ડી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:26 am IST)