સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th July 2018

ગોંડલના રાજવી મહેલોમાં બોલીવૂડ કલાકારોનો જમાવડો

બોડી બિલ્ડર જહોન અબ્રાહમ, અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેર, નાગીન ફેઇમ માહી રોય સહિતના કલાકારો ઉમટયા

ગોંડલ તા. ૧૭ : ગોંડલ ના ઓરચાર્ડ પેલેસ, રિવર સાઈડ પેલેસ તેમજ દરબાર ગઢ પેલેસ બોલીવુડ નિર્માતાઓના માનીતા બન્યા છે, રો ફિલ્મના શૂટિંગ માટે કલાકારોનો જમાવડો થતા શહેરીજનોમાં ઉત્સુકતા વધી છે.

હમ દિલ દે ચુકે સનમ, રેમ્બો રાજકુમાર, પ્રેમ રતન ધન પાયો જેવા ફિલ્મ ના શૂટિંગ બોલીવુડના દિગ્ગજ કલાકારો સલમાન ખાન, ઐશ્વર્યા રાય, મિથુન ચક્રવર્તી સહિતના કલાકારો સાથે ગોંડલના રાજવી મહેલોમાં શૂટિંગ થવા પામ્યા છે આ સાથે જ ગોંડલના રાજવી મહેલો બોલિવૂડના જાણીતા બન્યા છે.આગામી દિવસોમાં ફિલ્મનું શૂટિંગ કરવા માટે દિગ્દર્શક રોબિ વાલિયાની ટિમ ફિલ્મના શૂટિંગ માટે ગોંડલ આવી પહોંચી છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જહોન અબ્રાહમ, અનુપમ ખેર ના પુત્ર સિકંદર ખેર તેમજ ટીવી સીરિયલ નાગિન ફેઈમ માહી રોય જેવા કલાકારો પણ ગોંડલ આવી પહોંચતા ફિલ્મ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

(4:05 pm IST)