News of Tuesday, 17th July 2018
વહેલી સવારથી વેરાવળમાં ધોધમાર વરસાદ : રેયોન હાઉસિંગ સોસાયટીમાં પાણી ઘુસ્યા
અન્ય નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર બન્યા
વેરાવળ :ગીર સોમનાથમાં અષાઢી હેલીનો માહોલ છવાયેલો છે. ત્રણ દિવસથી ચાલતો વરસાદ આજે પણ અવિરત છે. વેરાવળમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વેરાવળની રેયોન હાઉસીંગ સોસાયટીમા મકાનોમા પાણી ભરાયા છે. આ ઉપરાંત અન્ય નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર બન્યા છે.
(12:02 pm IST)