સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th July 2018

જામકંડોરણામાં 'અઢી ઇંચ'

ફોફળ ડેમમાં ત્રણ ફુટ વધુ પાણીની આવકઃ સપાટી ૧૯.૪૦ ફુટ

જામકંડોરણા તા.૧૭: જામકંડોરણા માં કાલે બપોરના ૧ વાગ્યાથી અવિરત મેઘસવારી ચાલું છે. સતત ધીમીધારે વરસાદ પડી રહયો છે. જે આજે સવાર સુધીમાં (અઢીઇંચ) પડી ગયેલ છે. જામકંડોરણાના ફોફળ ડેમમાં વધુ ત્રણ ફુટ પાણીની આવક થતા ફોફળ ડેમની સપાટી હાલ ૧૯. ૪૦ ફુટ થયેલ છે. અત્યારે પણ ધીમીધારે વરસાદ ચાલું છે.

(11:43 am IST)