સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th July 2018

જામકંડોરણામાં ૩ જગ્યાએ તસ્કરો ત્રાટકયા

જામકંડોરણા તા.૧૭: જામકંડોરણામાં ગત રાત્રીના તસ્કરોએ ત્રણ સ્થળોને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી વિગત મુજબ જામકંડોરણામાં ગત મોડી રાત્રે કાલાવડ રોડ ઉપર આવેલી શ્યામ મેડીકલ તથા પરફેકટ મોબાઇલ નામની દુકાનોમાં દુકાનોના આગલા મેઇન શટર વાળીને દુકાનોમાં ચોરી કરતા શ્યામ મેડીકલમાંથી રોકડા પરચુરણ તથા જુના મોબાઇલની ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ છે. જયારે પરફેકટ મોબાઇલ નામની દુકાનમાંથી તસ્કરોને કાંઇ હાથ લાગ્યું નથી.

ત્રીજી જગ્યા ગોકુલધામ વિસ્તારમાં કિશોરભાઇ શામજીભાઇ ભુવાનું સુપર સ્પેલેન્ડર ચોરી થયાનું જાણવા મળેલ છે. આમ તસ્કરોએ એક જ રાતમાં ત્રણ સ્થળોને નિશાન બનાવેલ છે. આ અંગે દુકાન માલિકોએ સવારે પોલીસને જાણ કરતાં પોલીસે સધન તપાસ હાથ ધરેલ છે.

(11:41 am IST)