સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th June 2021

ગુજરાત કરણી સેનાના રાજ શેખાવતના ચોટીલા કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

સુરજદેવળ મંદિર ખાતે સંમેલનમાં અમરેલીના SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો

ચોટીલા : ગુજરાત કરણી સેનાના રાજ શેખવાતની ચોટીલા પોલીસે ધરપકડ કરી હતી સૂરજ દેવળ મંદિર ખાતે  કાઠી સંમલેન દરમ્યાન પોલીસ વિરુદ્ધના ભાષણને લઈને આ કાર્યવાહી કરાઈ હતી  રાજ શેખાવતે અમરેલી એસપી સામે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન ચોટીલા કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે  રજૂ કરતા ચોટીલા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે

   અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ એક સંમેલન યોજાયુ હતું. જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસલી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી

(10:55 pm IST)