સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

હળવદના ચરાડવા મહાકાળી આશ્રમે સુકા ઘાસના ગોડાઉનમાં આગઃ ૩૦ લાખનો સુકો ઘાસચારો ભસ્‍મીભૂત

તસ્‍વીરમાં આગથી ગોડાઉનમાં ધુવાડાના ગોટેગોટા નીકળતા નજરે પડે છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા -જામનગર)

જામનગર તા. ૧૭ :.. હળવદ તાલુકાના ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે આજે સવારે ૮.૪પ વાગ્‍યે ૭પ × પ૦ ફુટના ગોડાઉનમાં કોઇ  કારણસર આગ લાગતા તાત્‍કાલીક મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ લખાય છે. ત્‍યારે  આગ કાબુમાં આવી ન હતી.

અંદાજે રપ થી ૩૦ લાખનો સુકો ઘાસચારો ભસ્‍મીભુત થયાનું  જાણવા મળ્‍યું છે.

વધુ વિગતો મેળવાઇ રહી છે. આ આગને કાબુમાં લેવા માટે મોરબીના કલેકટરશ્રી આર. જે. માકડીયાની સુચના બાદ મામલતદારશ્રી સોલંકી અને ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી.

મોરબીથી ૩ ફાયર ફાયટરોની અને હળવદથી એક ફાયર બ્રિગેડની ટીમે ચરાડવા દોડી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી.

(2:06 pm IST)