સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

જામકંડોરણાની ૧૦.૫૫ લાખની આંગડીયા લૂંટનો ભેદ ખૂલ્‍યોઃ ૩ પકડાયા

લૂંટની ટીપ આપનાર બોરીયાના મયુર બાવાજી, લૂંટ કરનાર રાજકોટના યુવરાજસિંહ ઝાલા તથા મોહિત રાજપૂતને ૧૦.૫૫ લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવાયાઃ ડી.આઈ.જી. સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એમ.એન. રાણાની ટીમને સફળતા : પકડાયેલ યુવરાજસિંહ અગાઉ રાજકોટના મર્ડર તથા મારામારીના ગુન્‍હામાં અને મોહિત રાજપૂત રાજકોટમાં હથીયારના ગુન્‍હામાં પકડાઈ ગયો છે

જામકંડોરણાની આંગડીયા લૂંટ તથા ગોંડલના મર્ડર કેસનો ભેદ ઉકેલાતા એસ.પી. બલરામ મીણા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એચ.એ. જાડેજા, રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા તથા ગોંડલના પી.એસ.આઈ. બી.એલ. ઝાલા દ્રશ્યમાન થાય છે. નીચેની તસ્વીરમાં પકડાયેલ ત્રણેય આરોપીઓ અને મુદ્દમાલ દેખાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ :. જામકંડોરણામાં સવા માસ પૂર્વે આંગડીયા પેઢીમાં થયેલ ૧૦.૫૫ લાખની લૂંટની ઘટનાનો રૂરલ પોલીસે ભેદ ઉકેલી નાખી રાજકોટના બે શખ્‍સો સહિત ત્રણને દબોચી લીધા હતા.

પ્રાપ્‍ય વિગતો મુજબ ગત તા. ૭-૫ જામકંડોરણા ખાતેની આર.સી. આંગળીયા પેઢીની ઓફિસમાં આવી બે અજાણ્‍યા માણસોએ છરીની અણીએ આંગડીયા પેઢીનું બારણુ અંદરથી બંધ કરી ફરી. તથા સાહેદને છરી બતાવી આંગડીયા પેઢીના કાઉન્‍ટરના ખાનામાં પડેલ રોકડા રૂા. ૮,૨૦,૯૫૦ તથા કાઉન્‍ટર પર પડેલ મોબાઈલ નંગ-૪ની આશરે કિં. રૂા. ૮૦૦૦ તથા સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. આશરે કિં. રૂા. ૬૦૦૦ તથા ચાવી મળી કુલ રૂા. ૮,૩૪,૯૫૦ ની લૂંટ ચલાવી હોન્‍ડા મો.સા.માં નાસી ગયેલ હતા.

આ ગુનો વણશોધાયેલ હોય જે ગુનાની ગંભીરતા ધ્‍યને લઈને ડીઆઈજી સંદીપસિંહની સૂચનાથી પોલીસ અધિક્ષક બલરામ મીણાએ સ્‍થળ વિઝીટ કરી સ્‍થાનિક પોલીસ તથા એલ.સી.બી.ને આ ગુનો શોધવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ હતુ. જે અન્‍વયે એલ.સી.બી.ના પોલીસ ઈન્‍સ. એમ.એન. રાણા તથા પો. સબ ઈન્‍સ. એચ.એ. જાડેજા તથા સ્‍ટાફનાઓ મિલ્‍કત વિરૂદ્ધના ગુન્‍હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો. હેડ કોન્‍સ. મહિપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા પો. હેડ કોન્‍સ. બ્રિજરાજસિંહ જટુભા જાડેજા નાઓને હકીકત મળતા તેઓએ ઉચ્‍ચ અધિકારીને જાણ કરી જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે આરોપી મયુરભાઈ દિપકદાસ સરપદડીયા રે. બોરીયા ગામ તા. જામકંડોરણા વાળા કબ્‍જાના તબેલામાંથી આંગડીયા પેઢીમાં લૂંટ કરી મેળવેલ મુદ્દામાલ તથા રોકડ રકમ ભાગ પાડવા ભેગા થયેલા ત્‍યારે છાપો મારી  આરોપી (૧)મયુર દિપકદાસ શાંતિદાસ સરપદડીયા જાતે.માર્ગી સાધુ (બાવાજી) ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.બોરીયા ગામ, તા.જામકંડોરણા (૨)યુવારાજસિંહ ઉર્ફે કાનભા લાલુભા બાપુભા ઝાલા, ઉ.વ.૨૬, ધંધો. પ્રાઇવેટ નોકરી, રહે.હાલ-રાજોકટ, કોઠારીયા મેઇન રોડ, હુડકો, પાણીના ટાંકા સામે, હુડકો કવાટર્સ નં.૩૧, મુળ ગામ. અંકેવાળીયા, તા.લીંબડી, તથા (૩)મોહિત જગદીશસીંગ ભારતસીંગ રાજપુત, જાતે.ઠાકુર, ઉ.વ.૨૩, ધંધો, પાણીપુરીની લારી, રહે. હાલ-રાજકો, કોઠારીયા મેઇન રોડ,હુડકો, મણીનગર શેરી નં.૧, મુળ.ગામ. કાનપુર, ધાટમપુર,કુરઇ તા.જી.કાનપુરને, રોકડા રૂપીયા-૦૬,૫૦,૦૦૦/-, એક બોલેરો ગાડી કિ.રૂા.૩,૫૦,૦૦૦/-, એક મો.સા.કિ.રૂા.૩૫,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂા.૨૦,૦૦૦/-, એક છરી કિ.રૂા.૧૦૦/-, એક થેલો કિ.રૂા.૫૦/-, કુલ રૂપીયા ૧૦,૫૫,૧૫૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

 પોલીસની જણાવ્‍યા મુજબ આરોપીઓ મયુરભાઇ દિપકદાસ સરપદડીયા તથા યુવારાજસિંહ ઉફે૪ કાનભા લાલુભા ઝાલા રહે-રાજકોટ, હુડકો તથા મોહિત જગદીશસીંગ રાજપુત રહેઃ- રાજકોટ, હુડકો વાળાઓએ ભેગા મળી અગાઉથી જ આંગડીયા પેઢીમાં લુંટ કરવાનું નક્કી કરી ગુન્‍હાહિત કાવતરૂ રચી યુવરાજસિંહ ઉર્ફે કાનભા લાલુભા ઝાલા રહે- રાજકોટ, હુડકો તથા મોહિત જગદીશસીંગ રાજપુત રહે-રાજકોટ, હુડકો વાળાઓએ ગત તા.૭-૫ના રોજ જામકંડોરણા ખાતે આવેલ આર.સી.આંગડીયા પેઢીની ઓફિસમા છરી સાથે જઇ પેઢીનુ બારણુ અંદરથી બંધ કરી આંગડીયા પેઢીની ઓફિસમાં બેઠેલ બે માણસોને છરી બતાવી કાઉન્‍ટરના ખાનામાંથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા સી.સી.ટી.કેમેરાના ડી.વી.આર.ની લુંટ ચલાવી હોન્‍ડા મો.સા.મા નાશી ગયેલ તેમજ મયુરભાઇ દિપકદાસ સરપદડીયાના ઓએ તેને આંગડીયા પેઢી વિશે માહિતી પાડી તેમજ લુંટમાં ગયેલ મુદામાલ પોતાના કબજામાં રાખી ગુનો કરવામાં મદદગારી કરેલની કબુલાત કરેલ છે.

પકડાયેલ આરોપી યુવરાજસિંહ ઉર્ફે કાનભા લાલુભા બાપુભા ઝાલાલ રાજકોટ શહેરમાં ખુન કેશ તથા મારામારીના ગુનામાં પકડાયેલ છે તથા મોહિત જગદીશસીંગ ભારતસીંગ રાજપુત નાઓ અગાઉ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર ફાયર આર્મસ હથીયાર રાખવાના ગુનામાં પકડાયેલ છે. પકડાયેલ ત્રણેયને જામકંડોરણા પોલીસના હવાલે કરવામાં આવ્‍યા હતા.

આ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એમ.એન.રાણા, પો.સબ ઇન્‍સ. એચ.એ.જાડેજા, એ.એસ.આઇ. પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા, પો.હેડ કોન્‍સ. મહિપાલસિંહ પ્રઘ્‍યુમનસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. અનીલભાઇ ગુજરાતી, પો.હેડ કોન્‍સ. બ્રિજરાજસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ.રવિદેવભાઇ બારડ, પો.હેડ કોન્‍સ. રમેશભાઇ બોદર તથા પો.કોન્‍સ.જયેન્‍દ્રસિંહ વાઘેલા, પો.કોન્‍સ.પરાક્રમસિંહ ઝાલા, પો.કોન્‍સ.દિવ્‍યેશભાઇ સુવા, પો.કોન્‍સ. મયુરસિંહ જાડેજા, હિતેશભાઇ અંબારામભાઇ અગ્રાવત, રહિમભાઇ દલ,બાલકૃષ્‍ણભાઇ ત્રીવેદી, ભોજાભાઇ ત્રમટા, તેજશભાઇ મહિધરીયા, ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, મહેશભાઇ જાની, કુમારભાઇ ચૌહાણ, રમુભાઇ વિરડા વિગેરે સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(4:14 pm IST)