સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

ભાવનગરમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવા તડામાર તૈયારી : રિસોર્ટ મંદિર સહિત સ્‍થળે યોગ કરાશે

ભાવનગર તા.૧૭ : વિશ્વ યોગ દિવસ ઉજવણીની તડામાર તૈયારી થઇ રહી છે. હાથબ રિસોર્ટ, નિષ્‍કલંક મહાદેવ, ખોડીયાર મંદિર, ઝાંઝમેર જેવા સ્‍થળોએ સમુહ યોગ કાર્યક્રમના આયોજન કરેલ છે.રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર દ્વારા ભાવનગર જીલ્લામાં આગામી ૨૧ મી જૂનના રોજ યોજાનાર વિશ્વ યોગ દિનની ઉજવણી કરવા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં પાંચ સ્‍થળોએ આ ઉજવણી થશે જેમાં મુખ્‍ય કાર્યક્રમ મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી યુનિવર્સીટી ગ્રાઉન્‍ડ ભાવનગર ખાતે યોજાશે તેમજ અન્‍ય ચાર સ્‍થળોમાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ કાળીયાબીડ, સ્‍વામીનારાયણ ગુરૂકુળ સરદારનગર સેન્‍ટ મેરી સ્‍કુલ, શિવાજી સર્કલ તેમજ પ્રા.શાળાનં. ૬૫ બોરતળાવ ખાતે આ કાર્યક્રમનું આયોજન થશે.આ ઉપરાંત ભાવનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ, મહાવિદ્યાલય, સામાજીક સંસ્‍થાઓ મળી કુલ ૧૪૫૪ સ્‍થળો પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે જેમા સંભવિત ૩,૧૦,૦૦૦ લોકો ભાગ લેશે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં શૈક્ષણિક સંસ્‍થાઓ, સ્‍વેૈચ્‍છિક સંસ્‍થાઓ જિલ્લા જેલ તેમજ ભાવનગર જિલ્લાના ઐતિહાસિક તથા યાત્રાધામના સ્‍થળો જેવા કે હાથબ રિસોર્ટ, નિષ્‍કલંક મહાદેવ, ખોડીયાર મંદિર, ઝાંઝમેર જેવા સ્‍થળો પર પણ આ કાર્યક્રમનું આયોજન થશે.  www.ayush.gov.in(3) www.yogamonly.nic.in લીંક દ્વારા ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં જે યોગાભ્‍યાસ કરવાનો છે તેનો વિડીયો જોઇ શકાશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(2:00 pm IST)