સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

મોરબીની મહિલા પોલીસ કર્મચારીનું રેન્જ આઇજીના હસ્તે સન્માન

મોરબી, તા.૧૭: મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત નામની મહિલા પોલીસે જુનાગઢ ખાતે ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૧૯માં રાજય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમજ ગુજરાત ડીજીપી કપ એથ્લેટીક મીટ ૨૦૧૯ ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે  ત્યારે રાજકોટ રેંજ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ મોરબી દવ દ્વિવાર્ષિક ઇન્સ્પેકશન નોટ રીડીંગ માટે પધાર્યા હોય ત્યારે મોરબી પોલીસનું ગૌરવ વધારનાર ભૂમિકાબેન ભૂતનું સન્માન કરીને તેને ખાસ ભેટ આપી હતી આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં રેંજ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે રાજકોટ રેંજ પોલીસ વિભાગનું ભુમીકાબેને ગૌરવ વધાર્યું છે જેથી તેઓ આનંદ અને ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસ વિભાગ તરફથી ભૂમિકાબેનને તમામ મદદ અને સહયોગ મળી રહે તેની પણ સુચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું જયારે સ્પર્ધામાં વિજેતા બનીને પોલીસ પરિવારનું ગૌરવ વધારનાર ભુમીકાબેને જણાવ્યું હતું કે રેંજ આઈજીના હસ્તે સન્માન મળ્યું તે તેમના માટે ગૌરવની લાગણી છેઙ્ગપોલીસ પરિવાર તરફથી પુરતો સહયોગ મળી રહ્યો છે અને આગામી દિવસોમાં યોજાનાર વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને મોરબી પોલીસનું ગૌરવ સતત વધારતા રહેશે તેમ પણ ભુમીકાબેને જણાવ્યું હતું.

(1:47 pm IST)