સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

મોરબીમાં પોલીસના બે દરોડાઃ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા સાત પકડાયા

મોરબી, તા.૧૭: મોરબીમાં બે અલગ અલગ સ્થળેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રમાડતા મોરબી એ ડીવીઝન પોલીસે અને એલ.સી.બી. ટીમે પાંચ શકુનીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલા અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. એમ.વી.પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણજીતસિંહ ગઢવી તથા ભરતભાઈ ખાંભરાને મોરબી રવાપર ગામ ધરતી ટાવર-૩ ની નીચે બજરંગ પાનની દુકાન સામે એક રાખોડી કલરનો ટીશર્ટ તહાં બેલ્ક પેન્ટ પહેરેલ ઇસમ પોતાના મોબાઈલમાં ભારત-પાકિસ્તાન મેચ પર દુકાનની ટી.વી જોઈ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે તપાસ કરતા  આકાશ ઉર્ફે વાદી વાદ્યજીભાઈ કાસુન્દ્રા રહે- મ્રોબી રવાપર બોનીપાર્ક ઓમ એપાર્ટમેન્ટ  પૂછપરછ કરતા તે મોબાઈલમાં તપાસ કરતા રેકોર્ડીંગના આધારે તે રેકોર્ડીંગમાં આકાશ ૬૭ થાય ૧૫૦૦૦ તથા બીજા રેકોર્ડીંગમાં આકાશ ૭૨ નો થાય ૧૫૦૦૦ તેવી વાત કરી ક્રિકેટ મેચમાં ઓવરની રન ચેઈન્ઝલ રોકડ રૂપિયાના સોદા કરેલ જેની સાથે વાત કરેલ તે ઇસમની નામ હિમાંશુ દિલીપભાઈ પટેલ (રહે-રવાપર ક્રિષ્ના સ્કુલ પાસે) વાળનું નામ ખુલતા મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી આકાશ કાસુન્દ્રને રોકડ રકમ ૭૨૦૦ તથા મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ સાથે ઝડપી પાડી  કાર્યવાહી હાથ ધરી છે.

 બીજા બનાવમાં મોરબી એલ.સી.બી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે તપાસ કરતા પંચાસર રોડ પર આવેલ ભાવેશ ભગવાનજીભાઈ પટેલના રહેણાંક મકાનમાં ભાવેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, કલ્પેશભાઈ ઉર્ફે ભનો ધીરજભાઈ પટેલ, વિમલભાઈ અંબારામભાઈ પટેલ અને જીગો શંકરભાઈ પટેલને મોબાઈલ નંગ-૨ કીમત ૫૫૦૦ તથા રોકડ ૪૪૦૦ સાથે ઝડપી પાડી  કાર્યવાહી હાથ ધરી છે.

(1:45 pm IST)