સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

ગોંડલમાં ધોરાજીના ટ્રક ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરાઇ'તી

ડીઆઇજી સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચન પી.આઇ. એમ.એન.રાણા તથા ટીમે ભેદ ઉકેલી હત્યા કરનાર રણછોડ આદિવાસીને દબોચી લીધો : કપાસ વેચાણની મોટી રકમ હોવાની શંકાએ રણછોડ આદિવાસીએ ટ્રક ડ્રાઇવરને પતાવી દિધો પણ ૧૦૦૦ રૂપરડી જ મળીઃ રણછોડને મધ્ય પ્રદેશથી દબોચી લેવાયો

રાજકોટ તા. ૧૭ :.. ગોંડલમાં અઠવાડીયા પૂર્વે ધોરાજીના ટ્રક ડ્રાઇવરની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયાની રહસ્યમય ઘટનાનો રૂરલ પોલીસે ભેદ ઉકેલી નાખી આદિવાસી શખ્સને દબોચી લીધો હતો. આ ટ્રક ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરાયાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. તા. ૧૧-૬ વહેલી સવારના ગોંડલ નેશનલ હાઇવે રોડ નવા માર્કેટીંગ યાર્ડના સામેના ભાગે અશોક લેયલન્ડ ટ્રક રજી. નં. જી.જે.-૧૦-વી-પ૯૭ર ના ડ્રાઇવર સુરેશભાઇ સવજીભાઇ સુરેલા ઉ.આ. ૪પ વર્ષ વાળાને કોઇપણ કારણસર કોઇ અજાણ્યા ઇસમે બેલા તથા કાર્બીટ પથ્થર કે અન્ય કોઇપણ પ્રકારના બોથડ પદાર્થથી માથાના ભાગે તથા મોઢા ઉપર મારી ગંભીર જીવલેણ ઇજા કરી મોત નિપજાવી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવેલ હોય જે અંગે મનોજભઇ ગોરધનભાઇ સોજીત્રા જાતે પટેલ ઉ.૪૦ ધંધો-ટ્રાન્સપોર્ટનો રહે. ધોરાજી સ્વાતી ચોક સામે આવકાર નગર દાતારવાડી રાધે જી. રાજકોટ વાળાએ ફરીયાદ આપતા ગોંડલ સીટી પો. સ્ટે. ફ. ગુ.  નં. ૭ર-ર૦૧૯ ઇ. પી. કો. કલમ ૩૦ર તથા  જી. પી. એકટ કલમ ૧૩પ મુજબ ગુન્હો દાખલ કરવામં આવેલ હતો.

આ ગુનો પ્રથમથી જ વણશોધાયેલ હોય ડીઆઇજી સંદીપસિંહની સુચનાથી પોલીસ અધિક્ષક બલરામ મીણા એ સ્થળ વીજીટ કરી સદરહું ગુનો શોધી કાઢવા માટે સ્થાનીક પોલીસ તથા એલસીબી ને આ ગુનો શોધવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હતું. જે અવન્યે એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. એમ. એન. રાણા, પો. સબ ઇન્સ. શ્રી એચ. એ. જાડેજા, તથા એલ. સી. બી. ના સ્ટાફનાઓ આ વણશોધાયેલ ખુનનો ગુન્હો શોધી કાઢવા અંગે તપાસમાં હતા તે દરમ્યાન પો. સબ ઇન્સ. એચ. એ. જાડેજા, તથા પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, તથા પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવાનાઓને મળેલ હકિકત આધારે ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે બનાવવાળી જગ્યાની આજુબાજુમાં સીસી ટીવી ફુટેજની તપાસ કરી તેમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દેખાયેલ હતો. જેની તપાસ કરતા તે ઇસમ લોહી વાળા કપડા પહેરેલ હાલતમાં જોવામાં આવેલ હતો.

જેથી આ અજાણ્યા આરોપી વિશે બાતમીદારો દ્વારા માહિતી મેળવતા આ ઇસમ રણછોડ આદીવાસી રહે. નવાદપુરા તા. કુકશી જી. ધાર મધ્ય પ્રદેશ વાળો હોવાની માહિતી મળતા અને તે મધ્ય પ્રદેશ ખાતે જતો રહેલ હોય જેથી તેને પકડી પાડવા અંગે એક ટીમ બનાવી મધ્ય પ્રદેશ ખાતે મોકલી આરોપીને પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાને ભેદ શોધી કાઢવામાં આવેલ છે.  પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ટ્રક ડ્રાઇવર ટ્રકમાં અલગ અલગ ગામડામાંથી કપાસ ભરી જીનોમાં ખાલી કરવા જતા હોય અને આ કામના આરોપી કપાસ ભરવાની મજૂરી કામ કરતો હોય જેથી આરોપીને ટ્રક ડ્રાઇવર પાસે કપાસ વેચાણની મુડી હોવાની શંકા હોય જેથી આ મુડી લૂંટી લેવાના ઇરાદે રાત્રીના સમયે ટ્રકમાં ડ્રાઇવર સુતેલ હાલતમાં હોય તેના ઉપર પથ્થરો તથા બોથડ પદાર્થ થી હૂમલો કરી, મોત નિપજાવી મરણ જનારના ખીસામાં રહેલ રૂપિયા ૧૦૦૦ ની લૂંટ કરી નાસી છૂટયો હતો. એલસીબીએ લૂંટાયેલ ૧૦૦૦ ની રોકડ રકમ કબ્જે કરી ગોંડલ પોલીસને હવાલે કર્યો હતો.

આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ. એમ. એન. રાણા, પો. સબ. ઇન્સ. એચ. એ. જાડેજા, ગોંડલ સીટીના પો. સબ. ઇન્સ. બીએલ ઝાલા,  એ. એસ. અઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, રમેશભાઇ બોદર, તેજશભાઇ મહિધરીયા, મહેશભાઇ જાની તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા મયુરસિંહ જાડેજા, હિતેશભાઇ અગ્રાવત, રહિમભાઇ દલ, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ભોજાભાઇ ત્રમટા, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, કુમારભાઇ ચૌહાણ, અમુભાઇ વિરડા, ભીખુભાઇ ગોહેલ વિગેરે જોડાયા હતાં.

(4:13 pm IST)