સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

કોટડાસાંગાણીના રાજપરા ગામે તુટેલા વિજ વાયરને જોડવામાં તંત્રની ઢિલાશ

પીજીવીસીએલના પાપે ચાર દિવસથી ગામની સ્‍ટ્રીટ ચાલુ

કોટડાસાંગાણી, તા.૧૭: રાજપરા ગામે ચાર દિવસ પુર્વે નવદુર્ગા ગરબી મંડળ પાસેના ચોક નજીક વાવાઝોડાના કારણે ગુરુવારના રોજ વીજ વાયર તુટી પડતા રવજીભાઈ ટપુભાઈ કુમરખાણીયા મોહનભાઈ ટપુભાઈ કુમરખાણીયા ચેતન ગોવીંદભાઈ ઝાપડીયા હરીભાઈ મીઠાભાઈ મેર સહીતનાઓના ઘરનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને વીજ વાયર નીચે પડેલો હોવાથી જાનહાનિ શક્‍યતા વધતા  કોટડાસાંગાણી પીજીવીસીએલને જાણ કરી હતી પરંતુ ચાર દિવસ બાદ પણ કોઈપણ કામગીરી કરવામાં નહી આવતા રોષ ભભુકિ ઉઠ્‍યો છે. રવીવાર બપોર સુધીમાં આ વીજ વાયરની કામગીરી કરવામાં ન આવતા પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે આવી છે આ વીજ વાયરના કારણે ચાર દિવસથી સતત ગામની સ્‍ટ્રીટ લાઈટો પણ શરૂ રહેતા ચારથી પાંચ લાઈટ પણ ફેઈલ થઈ છે જેના કારણે પીજીવીસીએલના પાપે પંચાયત ને પણ નુકશાન ભોગવવાનો વારો આવ્‍યો છે. ગામના સરપંચ આગેવાનોની કમ્‍પલેઈનને તંત્ર ઘોળીને પી જતા અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે ડેપ્‍યુટી ઈજનેર ડિ પી રાઠોડનો અનેકવાર ટેલિફોનીક સંપર્ક કરતા સવાલ એ થાય કે ક્‍યારેક કોઈ ઈમરજન્‍સી વખતે કોઈ જાનહાની સર્જાઈ તો જવાબદાર કોણ તેવો પશ્ન પણ લોકોએ ઉઠાવ્‍યો હતો.

(11:39 am IST)