વડીયામાં સસ્તા અનાજના ગોડાઉન ઓફીસની જર્જરીત હાલત : વરસાદમાં દસ્તાવેજો ઉપર જોખમ
વડીયા, તા. ૧૫ : વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેવામાં વડીયા તાલુકો અને બગસરા તાલુકો બે તાલુકા વચ્ચે એક સસ્તા અનાજનું ગોડાઉન છે આ સસ્તા અનાજની દુકાનોને જથ્થાનુ વિતરણ વડીયા ગોડાઉન દ્વારા કરાય જ છે.
આ ગોડાઉન મેનેજરને અનાજના જથ્થાની તકેદારી માટે મામલતદારની સૂચના મુજબ તકેદારીઓ લેવાઈ છે પરંતુ આ ગોડાઉનની ઓફીસ જર્જરિત છે આ ઓફિસમાં બેસતા ગોડાઉન મેનેજર અને તેનો સ્ટાફ હાલાકી ભોગવી રહયા છે જે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ ગોડાઉનની જર્જરિત ઓફિસમાં સ્ટાફ અને કિંમતી દસ્તાવેજોનું જોખમ માની શકાય આ ઓફિસમાં શોચાલયની વ્યવસ્થાઓ પણ નહિ સ્ટાફને સોચાલય વગર પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જીવના જોખમે ઓફિસમાં બેસી ફરજ બજાવતા ગોડાઉન મેનેજર અને સ્ટાફ અનેક ઉચ્ચકક્ષાએ લેખિત જર્જરિત ઓફિસની ફરિયાદો કરાઈ છે.