News of Saturday, 15th June 2019
ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ વોર્ડ ૩ના ચૂંટાયેલા 2 સદસ્યોએ રાજીનામા ફગાવ્યા
વોર્ડમાં પાણી અને રોડ સહિતના કામો ન થતા હોવાનો આક્ષેપ
ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે ધાંગધ્રા નગરપાલિકાના ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપ્યા છે.
મળતી માહિતી મુજબ વોર્ડ ૩ના ચૂંટાયેલા ભાજપના 2 સદસ્યોએ રાજીનામા ધર્યા છે.જીતુ કપાસી અને મણીલાલ પ્રજાપતિ નામના સદસ્યોએ રાજીનામા આપ્યા છે. તેમજ વોર્ડમાં પાણી અને રોડ સહિતના કામો ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો પાલિકાના સત્તાધીશો ભેદભાવ રાખતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે
(1:01 am IST)