સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

મોરબી: સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ૫ દિવ્યાંગ બાળકોએ રાજ્યકક્ષાએ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.

મોરબીના 4 બાળકીઓ પંચાલ કોમલ, આશા અલ, વિકાણી શીતલ, અને સરવડા સલમાની ટીમે તૃતિય ક્રમ હાંસલ કર્યો

મોરબી : ગુજરાત સરકારના રમત- ગમત વિભાગ દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેને પગલે મોરબીમાં જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ.(દિવ્યાંગ) ખેલ મહાકુંભનું આયોજન કરાયુ હતું. જેમા માનસિક ક્ષતિ, શ્રવણ ક્ષતિ, લો વિઝન તેમજ ટોટલી બ્લાઈન્ડ, શારીરિક ક્ષતિ ધરાવતા માનસિક ક્ષતિ ધરાવતા અને દિવ્યાંગ એથ્લેટિકોએ ભાગ લીધો હતો.

જેમાં મોરબીના લોલકિયા પ્રવીણે 100 મીટરની વોકમાં દ્રિતીય સ્થાન હાંસલ કર્યું હતું. જયારે બોચીની રમતમાં મોરબીના 4 બાળકીઓ પંચાલ કોમલ, આશા અલ, વિકાણી શીતલ, અને સરવડા સલમાની ટીમે તૃતિય ક્રમ હાંસલ કર્યો હતો. આમ કુલ 5 બાળકો દ્વારા રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું નામ રોશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય દિવ્યાંદ એથ્લેટિકોએ જુદીજુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

(11:29 pm IST)