News of Tuesday, 17th May 2022
મીઠાપુરમાં નર્સિંગ-ડેની ઉજવણી :
મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે વિશ્વ નર્સ ડેની ઉજવણી કરાઇ હતી. મીઠાપુર રોક ગાર્ડનમાં મીઠાપુર તાતા હોસ્પિટલનાં ડો.સંજીવ ભટનાગરનાં માર્ગદર્શન હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. કેક કાપી નર્સોને પ્રોત્સાહન આપવા માટે ઇનામો અપાયા હતા. ખાસ કરીને આ નર્સોની જે કામગીરી છે કે તેઓને કયારેય પણ સમય મર્યાદામાં રહીને તેમનું કાર્યનાં કરવાનું હોય અને તેમાં પણ છેલ્લા બે વર્ષોમાં આવેલા કોરોના મહામારીના સમયમાં તેઓની અભૂતપૂર્વ ભૂમિકા રહી હતી. આ ઉજવણીમાં મીઠાપુર તાતા કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ એન.કામથ ઉપસ્થિત રહ્યા હતા અને નર્સોના કાર્યને બિરદાવવામાં આવ્યુ હતું. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટનીયા-મીઠાપુર)
(10:53 am IST)