સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

ભાજપ રાજકોટ જીલ્લા મહિલા મોરચા દ્વારા સગર્ભા મહિલાઓ માટે ચિકિત્‍સા કેમ્‍પ

આટકોટ : ભારતીય જનતા પાર્ટીગુજરાત પ્રદેશ મેડિકલ સેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્‍નાકરભાઈના વિશેષ માર્ગદર્શન હેઠળ હોસ્‍પીટલમાંᅠ ગર્ભવતી મહિલાઓ માટે નિઃ શુલ્‍ક ગાયનેક ચિકિત્‍સા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તેમાં રાજકોટ જિલ્લામહિલા મોરચા પ્રમુખ સીમાબેન જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા કુવાડવા ગામે કેમ્‍પ યોજવામાં આવેલ જેમાં સદભાવના હોસ્‍પિટલ માં ડો. મહેશભાઈ અને તેમના સાથી કર્મચારી દ્વારા ૧૮ સગર્ભા બહેનોની સોનોગ્રાફી કરવામાં આવી હતી અને સગર્ભા મહિલાના આરોગ્‍યની ખાસ કાળજી લેવાઈ તેવી ટકોર કરીને કહ્યું હતું કે એક તંદુરસ્‍ત માતા હોય તો તે તંદુરસ્‍ત બાળક ને જન્‍મ આપશે. આ તકે મહિલા મોરચા પ્રમુખ સીમાબેન જોશીએ ડોક્‍ટર અને સ્‍ટાફ સાથે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ સીમાબેન સાથે રસીલાબેન પાંભર, શીતલબેન, પૂજાબા,રતનબેન, ક્રિષ્‍નાબેન, શોભનાબેન, સવિતાબેન અને કુવાડવા ગ્રામ્‍યમાંથી બહેનો બોહળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો. જસદણ તાલુકાના પ્રમુખ વીણાબેન. રશ્‍મિતાબેન, કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ પૂજાબેન,ચંદ્રિકાબેન, લોધીકા તાલુકાના જીજ્ઞાશાબેન, ઉપલેટા તાલુકા વરસાબેન ગજેરા. ઉષાબેન ઉપલેટા સીટી અનિતાબેન, ફાલ્‍ગુની બેન ભાયાવદર રેખાબેન, જેતપુર તાલુકાના હેતલબા, સીટીના રીનાબેન અને બહોળી સંખ્‍યામાં કાર્યકર્તા બેનોની હાજરી હતી. જિલ્લા મહિલા મોરચાની ટીમે આ કાર્યક્રમ ને ઉજ્જવળ બનાવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(10:02 am IST)