સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ધોરાજી. જામકંડોરણા . ઉપલેટા તાલુકામા સંભવિત વાવાઝોડાં અંગે બેઠક યોજતા ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી. જામકંડોરણા. ઉપલેટા તાલુકાના વિસ્તારોમાં સંભવીત વાવાઝોડાં અંગે તાકિદે તકેદારી પગલાં ભરવા અને તકેદારીના શું શું આયોજનો કરવામાં આવ્યાં છે તે અંગે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી અને અઘિકારી ઓ પાસેથી વીગતો મેળવી હતી અને જરુરી સૂચનો કર્યા હતા
આ પ્રસંગ  ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડાં સામે આ વિસ્તાર માં પૂરા પગલાં ભરવા આવ્યાં છે ત્યારે હોસ્પિટલ સેવા. પાણી. લાઇટ . અને રસ્તા બંધ ન થાય તે તમામ બાબતે યોજનાબદ્ધ રીતે  તમામ વિભાગોએ કામગીરી કરવી તેવી તાકીદ કરી હતી આ સમયે ઈલેક્ટ્રીક સેવા હવા પાણી પુરવઠો હોસ્પિટલ સુવિધા રોડ-રસ્તા ઓક્સિજન સપ્લાય અને સલામતી અંગેની વ્યવસ્થા માટે વહીવટી તંત્ર પોતાની અસરકારક કામગીરી માટે આયોજન કરે તે અંગે પણ સૂચનાઓ આપી હતી વાવાઝોડા સમયે લોકો પોતાના ઘરમાં રહે અને સલામત રહે તે અંગે પોલીસ તંત્રએ વ્યવસ્થા જાળવવા જણાવેલ હતું
  આ પ્રસંગે ધોરાજી પ્રાંત અધિકારી જીબી માયાણી એ વાવાઝોડા સામે સંભવિત  આયોજન કરેલ તે અંગેની વિગતો આપી હતી. આ બેઠક માં  વિવિધ વિભાગોના અધિકારીઓ અને અગ્રણી મનસુખભાઈ ખાચરિયા કિશોરભાઈ રાઠોડ માહિતી અધિકારી બી.ટી.ઠુમર ધોરાજી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી જાડેજા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(7:00 pm IST)