સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

મોરબીમાં લાંબા સમય બાદ આજે કોરોનાથી એક પણ મોત નહી, જ્યારે ૨૪ નવા કેસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ સરકારી તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શાવવાનું શરૂ કર્યું હોય તેમ ૧૬ મેં, રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૬૬૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ ૨૪ વ્યકિતના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જયારે તંત્રએ આજે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી. જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા પણ આજે લાંબા સમય બાદ એક પણ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી ૦૮, મોરબી ગ્રામ્ય ૦૬, વાંકાનેર સીટી ૦૧, વાંકાનેર ગ્રામ્ય ૦૨, ટંકારા ગ્રામ્ય ૦૭, જિલ્લાના કુલ ૨૪ નવા કેસ નોંધાયા છે.

ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં ૪૧, વાંકાનેર તાલુકામાં ૦૧, હળવદ તાલુકામાં ૧૩, ટંકારા તાલુકામાં ૭, જિલ્લાના કુલ ૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા.

કુલ એકિટવ કેસ ૬૭૫, કુલ ડિસ્ચાર્જ કેસ ૫૨૬૪, મૃત્યુઆંક ૮૫ (કોરોનાના કારણે) ૨૫૬ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ ૩૪૧, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ ૬૨૮૦, અત્યાર સુધીના કુલ ૨૮૦૧૬૨ ટેસ્ટ થયા છે.

(1:47 pm IST)