સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ધોરાજીમાં વોર્ડનં.૧ના વડલી ચોકમાંથી પાણીની મોટીલાઇન રીપેરીંગ કરાતી નથી : પાણી વેડફાય છે

ધોરાજી તા.૧૭ : ધોરાજી નગરપાલિકા ના વોર્ડ નંબર ૧ ના સદસ્ય સોનલબેન શૈલેષભાઈ બાલધા દ્વારાં જણાવવામાં આવે છે કે આ કુંભારવાડા વિસ્તારમાં આવેલ વડલી ચોક માં થઈને પસાર થતી પીવાના પાણીની મોટી મેન લાઈન જે અહીંથી પસાર થઈ બગીચાના સંપ સુધી જાય છે જે પીવાના પાણીની લાઈન વડલી ચોકમાં તૂટી ગયેલ છે તેમાંથી છેલ્લા બે માસથી પણ વધારે સમયથી આશરે બે મોટર જેટલું પાણી વહી જાય છે અને આ વડલી ચોક માં મોટો ખાડો પડેલ છે અને આવા ઉનાળાના કપડા દિવસો દરમિયાન લોકો સુધી પાણી પહોંચવાને બદલે કાયમી માટે વેડફાય છે.

 આ વડલી ચોકમાં મોટો ખાડો પડી ગયેલ હોય તેના કારણે આ વિસ્તારમાં આવતા જતા વાહનો તેમજ ખાસ કરીને આ વિસ્તારમાં આવેલ સોનાપુરીએ જતી શબવાહિનીઓ નીકળતી હોય છે ત્યારે હાલકડોલક થાય છે અને કયારે ખાડામાં વિલ ફસાઈ જાય તે નક્કી કહી શકાય તેમ નથી આ અંગે દ્યણા વખતથી નગરપાલિકાના સત્ત્।ાધીશો તેમજ ચીફ ઓફિસર શ્રી ને રૂબરૂ તેમજ ટેલિફોનિક જાણ કરવા છતાં ઓરમાયું વર્તન કરે છે તેથી આ પાણીની પાઈપ લાઈન રીપેરીંગ કરવા માટે આ અંગે કોઈ પણ પગલા લીધેલ નથી તેથી આ વિસ્તારના લોકો તેમજ સદસ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવે તે પહેલા રીપેરીંગ કરવા માટેની કાર્યવાહી કરવા આ વિસ્તારના લોકો તથા સદસ્ય સોનલબેન શૈલેષભાઈ બાલધા ધોરાજી નગરપાલિકા ને રજૂઆત કરી છે.

(1:13 pm IST)