જૂનાગઢ હોસ્પિટલની મુલાકાતે ધાનાણી
જૂનાગઢ : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી એ કોવીડ -૧૯ ની મહામારીની કપરી સ્થિતિને ધ્યાને લઇ જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી આ સમયે વિરોધપક્ષ ના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ સિવિલ સર્જનશ્રીને મળીને હોસ્પિટલની દેરક સિથિતિથી વાકેફ થયેલ અને જણાવવાનું કે આટલી મોટી હોસ્પિટલમાં આવા કપરા સમયે ડોકટર અને નર્સીંગ સ્ટાફની અછતની તથા છેલ્લા એક વર્ષના સમય ગાળામાં પણ રાજય સરકાર જાગી નહીં આખરે કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોને જીવ ગુમાવાનો વારો આવીયો તેમા રાજય સરકારની નિષ્ફળતાઓની ટીકા કરી અને કોરોના વોરિયર્સ સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન સહિતની ટીમ સ્ટાફને અભિનંદન આપ્યા હતા.જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા. વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયા. તથા માંગરોળ માળિયાના ધારાસભ્યશ્રી બાબુભાઇ વાજા જૂનાગઢના ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી સીડા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મઁત્રી ફારૂકભાઈ સુમરા અન્ય કાર્યાલય મંત્રી પિયુસભાઈ વૈશ્નાણી જૂનાગઢ શહેર કોંગ્રેસ માઈનોરિટી વિભાગના પ્રમુખ રજાકભાઈ એચ હાલા જિલ્લા સેવાદળ ના પ્રમુખ કાંતિભાઈ સોંદરવા પી ડી પુરોહિત સહિતના આગેવાનો હાજર રહેલ તેવુ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી પિયુષ પટેલની યાદીમાં જણાવ્યું છે.