સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

સોમનાથ વહિવટી તંત્ર 'તૌકત' સંભવીત વાવાઝોડાનો સામનો કરવા સજજ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર પાસેના મોટા હોર્ર્ડીગો હટાવાયાઃ દરિયામાં ગયેલી બધી બોટ પરત અને આ વાવાઝોડા સંભવીત દિવસોમાં દરિયો ખેડશે તો તેના લાયસન્સ રદ થશે

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય) પ્રભાસપાટણ તા.૧૭ :  તૌકત વાવાઝોડુ સોમનાથ દરિયાકાંઠે ત્રાટકનારૂ સંભવીતતા પગલે વહીવટી તંત્ર જડબેસલાક પગલાઓ પુર્ણ કરેલ છે. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સામે આવેલ જાહેર ખબરનના વિશાળ હોર્ડીગો, પવનમાં ફંગોળાઇ કોઇની જાનહાની માલહાની કરે તે પહેલા તંત્ર અને સંબંધકર્તાઓએ તાબડતોબ નીચે ઉતારી દીધેલ છે.

મામલતદાર હરસુખભાઇ ચાંદેગરા તથા તેમના મદદનીશ ખેરભાઇએ સોમનાથ તાલુકાના દરિયાકાંઠાના આદ્રી, સીડોકર, નવાપરા ડારી જઇ સ્થળાંતર પ્રશ્ન ઉદભવે તો તેને માટે લોકોને એલર્ટ રહેવા સમજૂતી આપી અને સ્થળાંતરો માટેના આશ્રય સ્થાનોમાં ગોઠવાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ.

સોમનાથ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.જી.વીસી.એલ. પી.જી. જોશીએ જણાવ્યું કે, રાઉન્ડ - ધ - કલોક કન્ટ્રોલરૂમ ચાલુ કરી દેવાયા છે. આ કચેરી હસ્તકના વિસ્તારોમાં તાકીદે પરિસ્થિતિ ઉભી થાય તો મદદમાં જુનાગઢથી ૧ર એન્જીનીયર અને ૩પ નો વધારાનો સ્ટાફ આવી ગયો છે.

સોમનાથ ફીશરીઝ વિભાગના અધિકારીઓ એસ.એન.સયાણી તથા તુષાર પુરોહિતે જણાવેલ કે વેરાવળ વિભાગની તમામ બોટો બંદર ઉપર પરત આવી ગયેલ છે અને વાવાઝોડુ જો બંદર - દરિયાને ક્રોસ કરે તો તે પહેલા પોતાનો માલ સામાન ખ સેડી લેવા જન સંપર્ક કરી સમજણ આપી હતી.

તુષાર પુરોહીત જણાવે છે કે વાવાઝોડાના સંભવીત આગમન પહેલા ૧૧૭૮ બોટો બંદરે પરત ફરી છે.નવા ટોકન કોઇને અપાતા નથી. આમ છતાં જો કોઇ બોટ હોડી દરિયામાં વાવાઝોડાના દિવસોમાં ફરીવાર જશે તો તેના લાયસન્સ રદ કરાશે.

મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડનું દરિયામાં પેટ્રોલીંગ ચાલુ છે અને પરિસ્થિતિ ઉપર નજર રખાઇ રહી છે.

(12:19 pm IST)