સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th May 2019

એક મહિના પહેલા લગ્ન કરનાર યુવકનું વેરાવળના ડારીમાં લપસી જતાં મોત

વેરાવળ તા. ૧૭ : વેરાવળના ડારી ગામે મકાનના પાંચમા માળે ચણતર કામ કરતી વખતે અચાનક પગ લપસી જતા મજુર નીચે ખાબકયો હતો અને  ગંભીર ઈજા થવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજતું હતું.

જોકે મજુર યુવાનનું એક મહીના પહેલા જ લગ્ન થયા હોય, આશાસ્પદ યુવાનના મોતથી પરીવારમાં શોકનું મોજુ વ્યાપી ગયું  હતુ.

ડારી ગામે રહેતા અને મકાનનું ચણતર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા એવા નદીમ આમદભાઈ ઝીકાણી નામનો યુવાન કે જેનું એક મહીના પહેલા જ ડારી ગામે લગ્ન થયા હતા ને સ્કુલ બિલ્ડીગમાં ચણતર કામ કરતો હતો ત્યારે પાંચમાં માળેથી ઓચીતો પગ લપસી જતા તે નીચે પડી ગયો હતો અને ગંભીર ઈજા થવાને કારણે તેનંુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

(3:29 pm IST)