સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th May 2019

સુરેન્દ્રનગરમાં આર્થિક તંગીના લીધે બાઇક ચોરી કરનારા બે ઝડપાયા

વઢવાણ તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુના અટકાવવા તથા અનડિ-ટેકટ ગુનાઓ શોધવા જિલ્લા પોલીસ વડાએ કડક આદેશો કર્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરએ ડીવીઝન પોલીસ મથકની ડી સ્ટાફની ટીમના ધનરાજસિંહ, વિજયસિંહ સહિતનાઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ સમયે બાઇક પર બે યુવાનો બે ટાયર સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતા નજરે પડ્યા હતા. આથી તપાસ કરતા બન્ને બાઇક ચોરીના હોવાનું ખૂલ્યુ હતુ. પોલીસે બાઇકના બે વ્હિલ કિંમત રૂપિયા ૧ હજાર, હોન્ડા સીડી બાઇક કિંમત રૂપિયા ૧૫ હજાર, પેશન બાઇક કિમત રૂપિયા ૭ હજાર મળી કુલ રૂપિયા ૨૩ હજારના મુદ્દામાલ સાથે અમનપાર્કમાં રહેતા ૩૯ વર્ષીય તાહીરખાન શબ્બીરભાઇ પઠાણ અને નિલમબાગ સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય કુમારભાઇ ગટુરભાઇ કાંઝીયાને ઝડપી લીધા હતા. બન્ને શખ્સો આર્થિક તંગીના લીધે ચોરી કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

(11:50 am IST)