સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th May 2019

વેરાવળના ભાલપરામાં મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટરનું નિરીક્ષણ કરતા કલેકટર

પ્રભાસપાટણ તા ૧૭  :  ગીર સોમનાથ જીલ્લામાં વિશ્વ બેંકના સહયોગથી મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટર-૮ તૈયાર થયેલ છે, જયારે ૧૪ સાયકલોન સેન્ટર પ્રગતિમાં છે. દરિયાકાંઠા વિસ્તારમાં આવતા વાવાઝોડા, પૂર, વરસાદને કારણે લોકોને સ્થળાંતર કરવાનું થાય ત્યારે લોકો માટે સાયકલોન સેન્ટર આર્શિવાદ સાબીત થશે.

જીલ્લા કલેકટર અજયપ્રકાશે ભાલપરા વિસ્તારનાંનેશનલ હાઇવે નજીક વિશ્વ બેન્કના સહયોગથી બની રહેલ મલ્ટી પર્પઝ  સાયકલોન  સેન્ટરના  કામોનું નિરીક્ષણ કરેલ. રૂા ૩,૩૮,૯૮૦૦૦ ના ખર્ચે બની રહેલ મલ્ટીપર્પઝ સાયકલોન સેન્ટરમાં ખુલ્લો ફલોર ઉપરના માટે ૪ હોલ, બાથરૂમ, ટોયલેટ, કિચન, દિવ્યાંગ માટે અલગથી ટોયલેટ સુવિધા, ગ્રાઉન્ડ ફલોર બિલ્ટઅપ એરીયા ૭૧૫.૮૮ ચો.મી. અને પહેલા માળે બિલ્ટઅપ એરીયા ૮૫૦.૧૮૫ ચો.મી. બાંધકામ થશે. ૨૫૦૦ ચો.મી. જમીનમાં આકાર લેશે.

આર.એન્ડ બી. ના નંદાણીયાએ જણાવેલ કે, વેરાવળ તાલુકામાં-૩, સુત્રાપાડા તાલુકામાં-ર, ઉના તાલુકામાં-૬, કામો પ્રગતિમાં છે, અને સુત્રાપાડા તાલુકામાં-ર, કોડીનાર તાલુકામા-૪, ઉના તાલુકામાં-ર સાયકલોન સેન્ટરનું કામ પૂર્ણ થયેલ છે.

આ તકે અધિક જીલ્લા કલેકટર એચ.આર. મોદી, મામલતદાર દેવકુમાર આંબલીયા, આર.એન્ડ બી. ના કાર્યપાલક ઇજનેર ચારણીયા, ડિઝાસ્ટરના ડી.પી.ઓ કે.એસ.ત્રિવેદી, આર.એન્ડ બી. હારૂનભાઇ પરમાર સહિતના ઉપસ્થિત રહયા હતા.

(11:44 am IST)