સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th May 2019

કાલાવડના નાગપુરમાં સમસ્ત કપુરીયા પરિવાર દ્વારા શનિ-રવિ શ્રી ખોડીયાર માતાજીનો ૧૧ કુંડી મહાયજ્ઞ

રાજકોટ તા. ૧૮ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર (ગોલણીયા) મુકામે આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિરે સમસ્ત કપુરીયા પરિવાર દ્વારા ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયુ છે.

તા. ૧૯ ના રવિવારે આયોજીત આ મહાયજ્ઞ પ્રસંગની રૂપરેખા જોઇએ તો આજે તા. ૧૮ ના હેમાદ્રી શ્રવણથી પ્રારંભ કરાયો હતો. સવારે ગણેશ પૂજન બપોરે ગૃહ હોમ, સાંજે સુરાપુરા બાપાનું પૂજન તેમજ તા. ૧૯ ના રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે ખોડીયાર માતાજીનું પૂજન, ૯ વાગ્યે પ્રધાન હોમ, બપોરે ૧૧.૩૦ વાગ્યે યજ્ઞનું બિડુ હોમાશે. ત્યાર બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. યજ્ઞના મુખ્ય યજમાન તરીકેનો લાભ દિનેશભાઇ રણછોડભાઇ કપુરીયા (બાલંભડી), રસીકભાઇ ભગવાનજીભાઇ કપુરીયા (જસાપુર ગીર) પરિવારે લીધો છે.

અન્ય કાર્યક્રમોમાં તા. ૧૮ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે ખોડીયાર નાટક મંડળ નાગપુરવાળાનું નાટક રાખેલ છે. જયારે  તા. ૧૯ ના રવિવારે સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક રાજકોટના સહકારથી રકતદાન કેમ્પ રાખેલ છે.

બહારગામથી આવનાર મહેમાનો માટે રહેવાની સગવડતા નાગપુર તથા ગોલણીયા કરવામાં આવેલ છે. સમસ્ત કપુરીયા પરિવારજનોએ ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજન માટે જગદીશભાઇ કપુરીયા, બાબુભાઇ કપુરીયા, કિશોરભાઇ કપુરીયા, મોહનભાઇ કપુરીયા, દિનેશભાઇ કપુરીયા, ઓધાભાઇ કપુરીયા, છગનભાઇ કપુરીયા, રસીકભાઇ કપુરીયા, ઉકાભાઇ કપુરીયા, વિનુભાઇ કપુરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:39 am IST)