સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

પોરબંદર કોસ્ટગાર્ડમાં વધુ એક અદ્યતન શૂરશીપનો ઉમેરો

૧૦૫ મીટર લંબાઇની શીપમાં ૩૦ એમ.એમની સીઆર ૯ ગનઃ શીપમાં ૨ ફાસ્ટ રેસ્કયુ બોટ : મુંબઇ દરિયામાં કાર્યરત પેટ્રોલીંગ શીપનું આગમનઃ સ્વાગત સમારોહ યોજાયો ૨૫ નોટીકલ માઇલની ઝડપ ધરાવતું શીપ

પોરબંદર તા.૧૭: ભારતીય કોસ્ટગાર્ડમાં ૧૧મી એપ્રીલ ૨૦૧૬થી સામેલ થયેલ ''શૂર''નામની શીપનું મુંબઇથી પોરબંદર સવારે આગમન થયું હતું પોરબંદર કોસ્ટ ગાર્ડમાં વધુ એક અદ્યતન શૂરશીપનો ઉમેરો થયો છે. આ શૂરશીપને આવકારવા કોસ્ટગાર્ડ દ્વારા સ્વાગત સમારોહ યોજાયો હતો.

શૂરશીપ ૧૦૫ મીટર લંબાઇ ધરાવે છે આ શીપ ૩૦ એમએમની ખાસ સીઆર ૯ ગન ધરાવે છે શીપમાં ૨ ફાસ્ટ રેસ્કયુ બોટ છે ઉપરાંત ટ્વીન એન્જીન એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર શીપના બોર્ડ ઉપર સામેલ છે ૨૫ નોટીકલ માઇલની ઝડપ ધરાવતા આ શીપ નેવીગેશનલ ઇન્ટીગ્રેટેડ બ્રીજ સીસ્ટમ ધરાવે છે તેમાં ફોર બેન સિમુલેટર સામેલ છે જેમાં નાના હથિયારોની તાલીમ આપી શકાય છે.

(12:50 pm IST)