સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ગીર-સોમનાથ જીલ્લામાં ૮૯૦૬ મતદારોનો વધારો

પ્રભાસ-પાટણ, તા.૧૭: ગીર-સોમનાથ જીલ્લામાં રાજય ચૂંટણી પંચના આદેશ અને જીલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ જીલ્લા ચૂંટણી અધિકારી આર.આર.ગોહિલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી મનન ઠુમરના સંચાલનમાં તા.૧-૧-ર૦૧૮ મતદાર યાદીને ધ્યાને રાખી સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જેમાં અગાઉ ૮,૮૩,૫૧૨ મતદારો હતા જે નવી યાદી અંતે ૮,૯૨,૪૧૮ મતદારો  થયા છે. જેમાં અગાઉ ૪,૫૫,૯૦૭ પુરૂષો હતા જે ૧પ-પ-૧૮ તો સ્ત્રી મતદારો ૪,૨૭,૬૦૫ હતા જે વધીને ૪,૩૧,૯૮૬ થયા છે.

આમ જીલ્લામાં ૮૯૦૬ મતદારોનો વધારો થયો છે. જેમાં પુરૂષ મતદારોમાં ૪૫૨૨ અને સ્ત્રી મતદારોમાં ૪૩૮૪નો વધારો થયો છે.

સુધારણા -નોંધણી અંતે જીલ્લામાં કુલ મતદારોની સંખ્યા સોમનાથ-૨,૩૭,૬૪૫, તાલાલા-૨,૧૦,૦૮૭, કોડીનાર-૨,૦૯,૪૩૫,ઊના-૨,૩૫,૨૫૧ હવે મતદાર આંકડો છે.

ચંૂટણી અધિકારી આર.આર.ગોહેલ મુલાકાતમાં જણાવ્યું મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા, નામ કમી કરાવવાં પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે અને હવે આવતી આવ નવી અરજીઓ બે-કે-ત્રણ મહિના અંતે સમીક્ષા કરી નિર્ણય લેવાય છે અને જેમાં માન્ય રહેલાં આવા નામો પુરવણી યાદીમાં પણ સામેલ કરાય છે.

મતદાન મથકો વધારવા અને અન્ય સુધારા-વધારા માટે સંભવતઃ જુલાઇ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં સમીક્ષા બેઠક મળશે. ગીર-સોમનાથ જીલ્લામાં જીલ્લા કલેકટર-ચૂંટણી વિભાગ સ્ટાફ અને લોકજાગૃતિ પ્રયાસોથી જીલ્લાએ યુવા મતદાર નોંધણીમાં રાજયના ૩૪ ટકા લક્ષ્યાંક સામે ૩૬-૧૧ ટકા કામગીરી બજાવી જીલ્લાનું રાજયમાં ગૌરવ વધારેલ છે જેથી યુવા મતદાર નોંધણી આજની પરિસ્થિતિએ ઉંમરવર્ષ ૧૮ થી૧૯-૨૧૪૯૬, ૨૦ થી ૨૯- ૨,૨૦,૫૬૩ યુવા મતદારો થયા છે.

(11:49 am IST)