સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

કોડીનારમાં કોળી સમાજ સેના દ્વારા સમુહલગ્ન

કોડીનાર : કોળી સમાજ તથા કોળી સેના કોડીનાર દ્વારા ડો.હરિભાઇના ખેતરમાં નવમાં સમુહલગ્નનું આયોજન કરાયું હતુ. જેમાં ૧૦ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાયા હતા. આયોજન શહેર તથા ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના તાલુકાના કોળી સમાજના તમામ સંગઠનો અને સમાજના લોકોના સહયોગથી કરાયું હતુ. આ તકે જૂનાગઢ - ગીર સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ઉના ન.પા.ના પ્રમુખ કે.સી.રાઠોડ, તાલાલાના પૂર્વ ધારાસભ્ય જેઠાલાલ જોરા, કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા, આરએફઓ રાજુભાઇ વંશ તેમજ ગીર સોમનાથ જીલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને ગીર સોમનાથ જીલ્લાના ગામના કોળી સમાજના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ કોળી સમાજને એક થઇ કુરિવાજોને દૂર કરીને અંધશ્રધ્ધામાંથી બહાર આવીને શિક્ષણક્ષેત્રે આગળ વધવા હાંકલ કરી હતી. મહંત શ્રી કરશનદાસબાપુ (ઉપવાસી બાપુ) કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઉપવાસ કરે છે. તેમનું શાલ ઓઢાડીને સાંસદ રાજેશભાઇ, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ તથા ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્વારા સન્માન કરાયું હતુ. કોળી સેના ગ્રામ્ય તથા શહેર વિસ્તાર, શહેરના તમામ યુવક મંડળો તથા કોળી સમાજના તમામ લોકોએ તથા અન્ય સમાજના લોકોએ મંડળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ડો.હરીભાઇ પોતાની જગ્યા આપે છે તેઓનો આભાર માન્યો હતો. (તસ્વીર - અહેવાલ : અશોક પાઠક, કોડીનાર)

(11:45 am IST)